એ બી સ્કૂલ, ચીખલી દ્વારાશાળાકીય રમતોત્સવ ૨૦૨૩ માં મેળવેલ ઝળહળતી સિદ્ધિ .

હાલ ગુજરાત રાજ્ય દ્વારા શાળાકીય કક્ષાએ ચાલી રહેલ શાળાકીય રમતોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે એથ્લેટીક્સ , ચેસ, સ્કેટીંગ , વોલીબોલ, કબડ્ડી, ખોખો જેવી કુલ ૨૬ રમતો રમાઈ હતી, જેમાં પટેલ ગ્રીવ મીનેશભાઈ એ એથ્લેટીક્સ સ્પર્ધા ઉંચીકૂદમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે, પટેલ તેજ નરેશભાઈ એ લાંબીકૂદ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે,તથા ધોરણ-૯ની વિદ્યાર્થીની પટેલ લીઝા જયેશકુમાર વોલીબોલ સ્પર્ધામાં ,ધોરણ-૧૨ માં ભણતી ચૌહાણ રોશની હિમ્મતભાઈ એ સ્કેટિંગ સ્પર્ધામાં, ધોરણ- ૧૧ માં ભણતી રાજપુત સોનમ ધર્મેન્દ્રસિંહ ચેસ રમતમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે.